મિસ કનેક્ટિકટ સપના રાઘવને મિસ અમેરિકા સ્પર્ધામાં ભાગ લીધો

Tuesday 21st December 2021 12:54 EST
 
 

ન્યૂ યોર્કઃ રેન્સેલિયર પોલિટેક્નિક ઈન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતી ભારતીય અમેરિકન વિદ્યાર્થિનીએ ૧૬ ડિસેમ્બરે કનેક્ટિકટના અન્કાસવિલમાં મોહેગન સન રિસોર્ટ ખાતે યોજાયેલી મિસ અમેરિકા સ્પર્ધામાં ભાગ લીધો હતો. સપનાએ આ સ્પર્ધામાં કનેક્ટિકટ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેના અભ્યાસમાં મુખ્ય વિષય બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ માર્કેટિંગ એનાલિટિક્સ છે જ્યારે ગૌણ વિષય પ્રોફેશનલ રાઈટીંગ છે. યાહુ ડોટ કોમ પ્રમાણે ૨૩ વર્ષીય સપના એલિંગ્ટન હાઈ સ્કૂલની ૨૦૧૬ની ગ્રેજ્યુએટ છે. તે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં નિપુણ છે.

મિસ અમેરિકાની આ સ્પર્ધા ૧૦૦મી હતી. આ સ્પર્ધામાં ૫૧ યુવતીઓએ ભાગ લીધો હતો. જોકે, આ સ્પર્ધામાં કોરિયન – અમેરિકન અને મિસ અલાસ્કા એમા બ્રોયલ્સ વિજેતા બની હતી.

આ સ્પર્ધામાં સ્વીમ સૂટ સ્પર્ધા રખાઈ ન હતી. તેને બદલે ઈવનીંગ વેર, ઓન સ્ટેજ પ્રશ્રો, તેમની પ્રતિભાના આધારે વિજેતા નક્કી કરાયા હતા. મિસ અમેરિકા ઓએર્ગેનાઈઝેશન નેતૃત્વ, પ્રતિભા, કોમ્યુનિકેશન સ્કીલ મારફતે દેશની યુવતીઓ શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે તેમને સશક્ત બનાવવા કાર્યશીલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter