વોશિંગ્ટનઃ ભારતીય મૂળના નાગરિકોએ અમેરિકામાં પાકિસ્તાનના દૂતાવાસ સામે ૨૬/૧૧ના મુંબઇ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ સામે પગલાં ભરવાની માગણી સાથે દેખાવો કર્યા હતા.
૨૦૦૮માં મુંબઈમાં ૨૬/૧૧ના આતંકી હુમલો થયો હતો. એના માસ્ટરમાઈન્ડ સહિતના બધા જ આતંકવાદીઓ પાકિસ્તાનમાં સરકાર અને સૈન્યની મીઠી નજરના કારણે છૂટથી ફરે છે. તેને પકડીને સજા આપવાની માગણી અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોએ કરી હતી.
ભારતીય નાગરિકોએ પાકિસ્તાનની એમ્બેસી સામે પોસ્ટર્સ લઈને સૂત્રોચ્ચાર કર્યો હતો. પાકિસ્તાનના દૂતાવાસ સામે થયેલા દેખાવોમાં અસંખ્ય નાગરિકો જોડાયા હતા. મુંબઈ હુમલાનો ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ભારતીય મૂળના નાગરિકોએ પાક. સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા.