મૂન મિશનના રોકેટની ફ્યૂલ ટેન્કમાં લિકેજ, ‘નાસા’એ લોન્ચિંગ ટાળ્યું

Friday 02nd September 2022 07:10 EDT
 
 

કેપ કેનવરલ: અમેરિકન અંતરિક્ષ સંસ્થા ‘નાસા’ના મહત્ત્વાકાંક્ષી મૂન મિશન અર્થાત્ અર્ટેમિસ-1ને હાલ પૂરતું મોકૂફ રખાયું છે. કારણ છે સોમવારે લોન્ચના કેટલાક સમય પહેલા વિજ્ઞાનીઓએ ફ્યુલ ટેન્કમાં લીકેજ જોયું હતું. આ પછી ‘નાસા’એ આ મિશન કેટલાક સમય માટે સ્થગિત કર્યું છે. જો બધું જ યોગ્ય રહેશે તો હવે લોન્ચિંગ બીજી સપ્ટેમ્બરે થશે. દુનિયાનું સૌથી શક્તિશાળી અને મોટું રોકેટ ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 39બી પર તહેનાત છે. સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ 2010માં ઓબામાના કાર્યકાળમાં બન્યું હતું. તે સમયે ‘કોન્સ્ટેલેશન પ્રોગ્રામ’ મારફતે તે અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવા માંગતા હતા, પરંતુ મિશનમાં વિલંબ બાદ સરકારે બંધ કરવાનો નિર્ણય લીધો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter