મૂળ પંજાબી ગેંગસ્ટર વાનકુવરના લગ્ન રિસેપ્શનમાં ઠાર મરાયો

Wednesday 07th June 2023 03:06 EDT
 

વાનકુવરઃ ગેંગયુદ્ધના શંકાસ્પદ કેસમાં પંજાબી મૂળનો 28 વર્ષીય ગેંગસ્ટર અમરપ્રીત (ચકી) સામરાને એક લગ્નના રિસેપ્શનમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર માર્યો હતા. સામરા કેનેડાની પોલીસના સૌથી હિંસક ગેંગસ્ટર્સની યાદીમાં હતો.

રિપોર્ટ્સ મુજબ અમરપ્રીત સામરા મોડી રાત્રે વાનકુવરમાં ફ્રેઝર સ્ટ્રીટના ફ્રેઝરવ્યૂ બેન્ક્વેટ હોલના ડાન્સ ફ્લોર પર અન્ય મહેમાનો સાથે નાચી રહ્યો હતો ત્યારે રાતે દોઢ વાગ્યાના સુમારે ગોળીબારની ઘટના થઈ હતી. યુએન ગેંગ સાથે સંકળાયેલા બે ભાઈ અમરપ્રીત અને રવિન્દરને લગ્નમાં આમંત્રણ અપાયું હતું. ઘટનાના સાક્ષીઓના જણાવ્યા મુજબ કેટલાક અજાણ્યા પુરુષો હોલમાં આવ્યા હતા અને ડીજેને મ્યુઝિક બંધ કરવા કહ્યું હતું. આ સમયે હોલમાં આશરે 60 લોકો હાજર હતા. હુમલાખોરોએ પુરાવાનો નાશ કરવા માટે પોતે આવ્યા હતા તે કારને પણ આગ ચાંપી દીધી હતી.

વાનકુવર પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાના તપાસ કરી રહ્યા છે. પેરામેડિક્સ આવે તે પહેલા પેટ્રોલ ઓફિસરોએ હુમલા કરાયેલા વ્યક્તિને કૃત્રિમ શ્વોચ્છવાસ આપ્યો હતો પરંતુ, ઈજાના કારણે તેનુ મોત થયું હતું.

કેનેડાની પોલીસે ગેંગ હિંસામાં સંકળાયેલા અમરપ્રીત અને રવિન્દર સામરા સહિત 11 ખતરનાક ગેંગ્સ્ટર્સ વિશે ઓગસ્ટ 2022માં ગંભીર ચેતવણી જારી કરી લોકોને તેમનાથી દૂર રહેવા જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter