મોદી-કેજરીવાલ પ્રભાવશાળી વ્યક્તિઃ ટાઇમ મેગેઝિન

Friday 17th April 2015 02:24 EDT
 
 

ન્યૂ યોર્કઃ ટાઇમ મેગેઝિન દ્વારા થયેલા એક ઓનલાઇન સર્વેક્ષણમાં વિશ્વના સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો સમાવેશ થયો છે. આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદમિર પુટિન ટોચે છે. ૬.૯૫ ટકા મતો મેળવીને પુટીને ટોચના સ્થાન માટેનો દાવો કર્યો છે અને રેપર સિંગર સિએલ (દક્ષિણ કોરિયાની છોકરીઓનું ગ્રૂપ) પાસેથી બાજી મારી લીધી છે. પોપ જગતની અગ્રણી સ્ટાર લેડી ગાગાને ૨.૬ ટકા, રિહાનાને ૧.૯ ટકા અને ટેલર સ્વિફ્ટને ૧.૮ ટકા મતો મળ્યા છે અને તેમને ૧થી ૫માં પોતાનું સ્થાન મળ્યું છે.

ટાઇમે મોદીને એવા લોકપ્રિય નેતા ગણાવ્યા છે કે જેમણે ભારતની અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવાના સંકલ્પ સાથે ગત વર્ષે સત્તા સંભાળી, મુખ્ય આર્થિક સુધારાઓ કર્યા, અમેરિકા સાથેના નિકટવર્તી સંબંધો જાળવી રાખ્યા અને ગત વર્ષે તેમની રોકસ્ટાર યાત્રા બાદ આ જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને પણ ભારત બોલાવ્યા હતા. કેજરીવાલને ૦.૫ ટકા મતો મળ્યા છે અને ૭૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમને આ યાદીમાં સ્થાન ન મળવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter