વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માટે શ્રેષ્ઠ લીડર છે અને તેની સાથે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને નવા સ્તરે લઈ જવા માટે પણ શ્રેષ્ઠ આગેવાન છે, એમ મેરી મિલીબેને જણાવ્યું હતું.
ખ્યાતિપ્રાપ્ત અમેરિકન-આફ્રિકન હોલિવૂડ અભિનેત્રી અને સિંગરે જણાવ્યું હતું કે અમેરિકા પણ મોદી ફરીથી ચૂંટાય અને બંને દેશ વચ્ચેના સંબંધો ટોચ પર પહોંચે તેમ ઇચ્છે છે. 41 વર્ષની મિલીબેને જણાવ્યું હતું કે તે માને છે કે મોદી આગામી મેમાં યોજાનારી ચૂંટણીને લઇને વિનિંગ ટ્રેક પર છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં પણ પીએમ મોદીના જબરદસ્ત સમર્થકો છે. હું માનું છું કે તેમાથી પણ કેટલાય લોકો મોદીને ફરીથી ચૂંટાતા જોવા ઇચ્છતા હશે. તેનું કારણ એ છે કે તે ભારતના શ્રેષ્ઠ લીડર છે.
મેરી મિલિબેનનું ભારતમાં પણ જબરદસ્ત ફોલોઇંગ છે અને તેમાં પણ ખાસ કરીને ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન ગાયા પછી અને લોકપ્રિય આરતી ઓમ જય જગદીશ હરે ગાયા પછી તેની લોકપ્રિયતામાં જબરજસ્ત વધારો થયો છે. ભારતમાં 2024માં લોકસભા ચૂંટણી યોજાવવાની છે અને અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાવવાની છે.