વોશિંગ્ટન: પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ. ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત થવા અંગે ભરોસો વ્યક્ત કર્યો હતો. તેમણે મોદીને કામ પૂરા કરનાર નેતા ગણાવ્યા હતા.
ભારત ખાતેનાં અમેરિકાનાં દૂતાવાસે ટ્રમ્પની એ ટિપ્પણીને જાહેર કરી છે જેમાં પીએમ મોદીનાં વખાણ કરાયા છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે ગયા મંગળવારે ફોન પર પીએમ મોદી સાથે વાત કરી હતી.
ભારત સ્થિત અમેરિકાનાં દુતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ટ્રમ્પના નિવેદનને જાહેર કરતા લખ્યું હતું કે, ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો હવે પછીનાં સમયમાં વધુ મજબૂત થશે. પીએમ મોદી અને એમ અમે કરીએ છીએ. બીજા લોકો માટે આવો દાવો કરી શકાતો નથી. મિડલ ઈસ્ટમાં જ્યારે યુદ્ધ અને તંગદિલી તેની ચરમસીમાએ છે ત્યારે ટ્રમ્પે કરેલું આ નિવેદન મહત્વનું છે. ભારત અને અમેરિકા વચ્ચે ઈરાન યુદ્ધ તેમજ હોર્મુઝ ખાડી જળમાર્ગની સુરક્ષા જેવા મહત્વનાં મુદ્દા પર ચર્ચા થઈ રહી છે.


