યહૂદી ધર્મસ્થાનો પર ફાયર બોમ્બ હુમલાના માસ્ટર માઈન્ડ આકાશ દલાલને ૩૫ વર્ષની સજા

Wednesday 02nd August 2017 09:32 EDT
 
 

ન્યૂ જર્સીઃ અમેરિકાના ન્યૂ જર્સીમાં વર્ષ ૨૦૧૧ અને ૨૦૧૨ દરમિયાન યહૂદી ધર્મસ્થાન તથા સભાગૃહોને બાળી નાંખવાની આતંકી પ્રવૃત્તિઓના માસ્ટર માઈન્ડ હોવાના આરોપસર ગુજરાતી અમેરિકન આકાશ દલાલ અને તેના મિત્ર એન્થની ગ્રેઝિયાનોને ૨૮મી જુલાઈએ ૩૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
૨૫ વર્ષીય ફાયર બોમ્બર આકાશ દલાલ તથા એન્થની ગ્રેઝિયાનો ન્યૂ જર્સીમાં આવેલા યહૂદી ધર્મસ્થાનો પર સાથે મળીને સિરીઝ ફાયર બોમ્બ એટેકનો પ્લાન બનાવતા હતા અને યહૂદી સમાજમાં દહેશત ફેલાવતા હતા તેવું કાઉન્ટી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું.
મેગવુડ, હેકેન્સકના યહૂદી ધર્મસ્થાન પર ડિસેમ્બર ૨૦૧૧થી જાન્યુઆરી ૨૦૧૧માં ફાયર એટેક કરવાના ષડયંત્રો ઘડવા માટે જ્યારે આકાશ દલાલ તથા એન્થની ગ્રેઝિયાનો ૧૯ વર્ષના હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૧૨માં રૂથરફર્ડ અને પેરામસમાં આવેલા યહૂદી ધર્મસ્થાન પર પણ ફાયર બોમ્બ એટેકનો પ્લાન આ બંનેએ બનાવ્યો હતો અને તેને અમલમાં પણ મૂક્યો હતો તેવું સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું. જાન્યુઆરી, ૨૦૧૨માં જ રૂથરફર્ડમાં રહેતા રબી, તેની પત્ની, પાંચ બાળકો તથા રબીના માતા પિતા રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે આકાશના મિત્ર ગ્રેઝિયાનોએ સેકન્ડ ફ્લોર પર આવેલા તેમનાં બેડરૂમમાં જલદ મોલોટોવ કોકટેલનો હુમલો કર્યો હતો. જોકે સદનસીબે આ કુટુંબમાંથી કોઈ સભ્યને ગંભીર ઈજા પહોંચી નહોતી.
અગાઉ મે, ૨૦૧૭માં ગ્રેઝિયાનો પર ડોમેસ્ટિક ટેરર એક્ટ હેઠળ ૧૯ આરોપો લગાવવામાં આવ્યા હતા અને આકાશ દલાલ પર આ જ એક્ટ હેઠળ ૧૬ જેટલા આરોપો હતા.
ઉલ્લેખનીય છે કે કેમેસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી ધરાવતા અને રટગર યુનિવર્સિટીમાં ભણી ચૂકેલા આકાશ દલાલના તબીબ પિતા આદર્શ દલાલે અગાઉ ઝુંબેશ ચલાવીને કહ્યું હતું કે મારો પુત્ર નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. હું ઇન્ડિયન અમેરિકન કમ્યુનિટી સામે અરજી કરીને મારા પુત્રને નિર્દોષ સાબિત કરવા માટેના બનતા પ્રયત્નો કરીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter