યુએસ આર્મીની ત્રણેય વીંગમાં હવે ઇંડિયન આર્મીના પ્રતિનિધિ

Friday 26th April 2024 07:30 EDT
 
 

નવી દિલ્હી: અમેરિકાના સૈન્યમાં ટૂંક સમયમાં ભારતીય સૈન્યના પ્રતિનિધિ તહેનાત થશે. કર્નલ રેન્કના આ પ્રતિનિધિ અમેરિકન સૈન્યની ત્રણેય પાંખમાં સામેલ થશે. ગત વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અંગે નિર્ણય લેવાયો હતો.
સંરક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાના સૈન્યમાં અન્ય દેશના પ્રતિનિધિઓને પહેલીવાર સ્થાન અપાશે. અત્યાર સુધી અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને આવી મંજૂરી અન્ય કોઈ દેશને આપી નથી.
કમાન્ડમાં ભારતીય અધિકારીઓના લાયઝનિંગ ઓફિસર તરીકેની નિમણૂંક પાછળનો આશય બન્ને દેશ વચ્ચે મહત્ત્વની સૂચનાઓના આદાનપ્રદાનનો છે. તેના કારણે અમેરિકા - ભારતીય સૈન્ય વચ્ચે સંકલનમાં વધારો થશે. સાથે જ ભારતીય સૈન્યમાં પણ અમેરિકી સૈન્યના પ્રતિનિધિની નિમણૂંક થશે. બન્ને દેશોનું માનવું છે કે એકમેકના સૈન્યમાં નિમણૂકના કારણે પરસ્પર સહકાર વધશે. હાલ ભારત વિવિધ દેશોના સૈન્યમાં પ્રતિનિધિઓની નિમણૂક કરી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter