યુએસ ઇકોનોમી ઉપર ૯ લાખ કરોડ ડોલરના કોર્પોરેટ દેવાનો બોમ્બ

Thursday 29th November 2018 02:55 EST
 

ન્યૂ યોર્ક: સરળ ધિરાણ શરતો અને રોકાણકારો તરફથી સતત વધી રહેલા દેવાના પ્રમાણથી અમેરિકન ઇકોનોમી ઉપર ૯ લાખ કરોડ ડોલર દેવું ગમે ત્યારે ફાટશે તેવી દહેશત યુએસ કોર્પોરેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, વોલસ્ટ્રીટ એવું માને છે કે, આગામી એકાદ-બે વર્ષમાં આ મુશ્કેલી સંભાળી શકાય તેવી છે. જોકે, તેઓ એવું માની રહ્યા છે કે, જો દેવું અને વ્યાજદર બન્ને વધતાં રહેશે તો કોર્પોરેટ પ્રોફિટ માર્જિન ઘટી શકે છે.

આ દેવા અંગે બે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે. વ્યાજદર ઘટે અને અર્થવ્યવસ્થામાં સુધારો ચાલુ રહેશે તો આ પરિસ્થિતિને સંભાળી શકાશે, પરંતુ જો વ્યાજદરની સાથે લોન્સનું ભારણ વધતું રહેશે અને ઇકોનોમી ફરી મંદીમાં સપડાશે તો દેવા બોમ્બને ફાટતો રોકી નહિ શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter