વોશિંગ્ટનઃ સફોક યુનિવર્સિટી અને યુએસ ટુડે દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા ચૂંટણી પૂર્વેનાં સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ હિલેરી ટ્રમ્પ કરતાં સાત અંકથી આગળ છે. આ સર્વેક્ષણમાં હિલેરી ૪૮ ટકા તો ટ્રમ્પ ૪૧ ટકા મતોથી આગળ છે. બાકીના નવ ટકા મતદાતા ઉમેદવારની પસંદગી અંગે હજી કોઇ નિર્ણય લઇ શક્યા નથી.
ગ્રીન પાર્ટીના ઉમેદવાર જિલ સ્ટીન અને લિબરટેરિયન પાર્ટીના ઉમેદવાર ગેરી જોન્સનને પણ સામેલ રાખીને થયેલાં એક બીજા સર્વેક્ષણમાં પણ હિલેરીને સાત ટકાની સરસાઇ હાંસલ થઇ હતી. આ સર્વેક્ષણમાં હિલેરીને ૪૨ ટકા તો ટ્રમ્પને ૩૫ ટકા મત મળ્યા હતા. જોન્સનનાં સમર્થનમાં નવ ટકા અને સ્ટીનની તરફેણમાં ચાર ટકા મત પડયા હતા. ૧૦ ટકા મતદારો ઉમેદવારની પસંદગી અંગે નિર્ણય લઇ શક્યા નહોતા. સર્વેક્ષણોમાં હિલેરીને પૂર્વ અને પશ્ચિમ કિનારાના પ્રદેશની મહિલાઓનું મોટું સમર્થન પ્રાપ્ત થયું હતું.


