યુએસ પ્રમુખ જો બાઇડેનને સ્કિન કેન્સરઃ સર્જરી સફળ

Sunday 12th March 2023 01:46 EST
 
 

વોશિંગ્ટન: યુએસ પ્રમુખ જો બાઇડેન સ્કિન કેન્સરનો ભોગ બન્યા હતા. વ્હાઇટ હાઉસના તબીબ કેવિન ઓ કોર્નરે કહ્યું કે, બાઇડેનની છાતીની ચામડીમાં ઘા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં સર્જરી કરીને આ કેન્સરગ્રસ્ત ચામડી દૂર કરી દેવામાં આવી છે. તે ચામડીને પછીથી તપાસ માટે મોકલવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે છાતીમાં બેસલ સેલ કોર્સિનોમાનો ઘા હતો. સ્કિન કેન્સરનું તે સામાન્યરૂપ છે. ડોક્ટર ઓ કોર્નરે કહ્યું કે, સર્જરી દરમિયાન કેન્સર ફેલાવતા ટિસ્યૂને દૂર કરવામાં આવ્યા હતા. સારવાર પછી બાઇડેન હવે બિલકુલ તંદુરસ્ત છે. આગળ પણ સારવારની જરૂર નથી. જોકે પ્રમુખ બાઇડેનના આરોગ્ય પર નજર રખાઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ થયેલી તપાસમાં તબીબ ઓ કોર્નરે 80 વર્ષના બાઇડેન તદ્દન ફિટ હોવાનું જણાવ્યું હતું.
બાઇડેનના પત્ની અને પુત્રને પણ કેન્સર હતું
જો બાઇડેનના પત્ની અને અમેરિકી ફર્સ્ટ લેડી જિલ બાઇડેન પણ સ્કિન કેન્સરથી પીડાતા હતા. જાન્યુઆરીમાં તેમની પણ સર્જરી થઈ હતી. 71 વર્ષનાં જિલની આંખની ઉપર અને છાતી પરના ઘા ધરાવતી ચામડીને દૂર કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter