યુએસ યુનિ. પર સાઇબર એટેક કરનારા પારસ ઝાને ૮૫ કરોડનો દંડ

Thursday 01st November 2018 08:00 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકાના ન્યૂ જર્સી રુત્ઝર્સ યુનિવર્સિટીના કમ્પ્યુટર નેટવર્ક પર સાઇબર હુમલો કરવાના દોષી ભારતીય પારસ ઝા પર ટ્રેન્ટનની ફેડરલ કોર્ટે રૂ. ૬૩.૫૨ કરોડનો દંડ અને છ મહિના સુધી ઘરમાં કેદની સજા સંભળાવી છે.

આ સિવાય ઝા પર પાંચ વર્ષ નિરીક્ષણ રાખવા અને ૨૫૦૦ કલાક સુધી સમાજસેવા કરવાની સજા પણ સંભળાવી છે. ન્યૂ જર્સીના નિવાસી ૨૨ વર્ષના ઝાને બે અન્ય આરોપીઓ સાથે ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઇબર હુમલાનો દોષિત જાહેર કરાયો હતો. ઝાએ પહેલા અમેરિકન ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ શિપની સામે કમ્પ્યુટર છેતરપિંડી અને દુરુપયોગ કાયદાનો ભંગ કરવાનો ગુનો કબૂલ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter