વોશિંગ્ટન: ભારતની બાબતોના જાણકાર અને અમેરિકાની સરકારમાં ટોચના સલાહકાર ભારતવંશી એશ્લે ટેલિસની ગુપ્ત દસ્તાવેજો રાખવા અને કથિત રીતે ચીન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાઇ છે. 64 વર્ષીય એશ્લે ટેલિસનો જન્મ ભારતના મુંબઇમાં થયો છે, પણ તેઓ યુએસ સિટિઝનશીપ ધરાવે છે. ટેલિસ 2000થી અમેરિકાના વિદેશ વિભાગના સલાહકાર છે.
ટેલિસે પૂર્વ રાષ્ટ્રપતિ બુશના કાર્યકાળમાં નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં સેવા આપી ચૂક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, રક્ષા અને એશિયન બાબતોના નિષ્ણાત મનાય છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક નાગરિક પરમાણુ સમજૂતીમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તાજેતરનાં વર્ષોમાં તેમનો ઝુકાવ ચીન તરફી રહ્યો છે. ટેલિસે રશિયા અને ઈરાન સાથે ભારતના સંબંધો સામે સવાલ ઉઠાવ્યા હતા અને ભારતની ક્ષમતા પર પણ શંકા વ્યક્ત કરી હતી. તેમના ઘરે દરોડામાં સેંકડો ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે.


