યુએસના ડ્રોન્સ ભારતની દરિયાઈ સુરક્ષામાં મદદરૂપ થશેઃ વેદાંત પટેલ

Tuesday 13th February 2024 11:46 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાએ જણાવ્યું છે કે MQ-9B ડ્રોન્સથી ભારતને વિસ્તૃત દરિયાઈ સુરક્ષા હાંસલ થશે અને દરિયાઈ ક્ષેત્રે જાગૃતિની ક્ષમતા પણ મળશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ ડેપ્યુટી સ્પોક્સમેન વેદાંત પટેલે 5 ફેબ્રુઆરીના પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારતને આ એરક્રાફ્ટની સંપૂર્ણ માલિકી ઓફર થશે અને તેનાથી અમારા ભારતીય પાર્ટનર્સ સાથે સહકારને વધુ ગાઢ બનાવવાનું ચાલુ રહેશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં ભારતને 31 રીમોટલી પાઈલોટેડ એરક્રાફ્ટ અથવા MQ-9B ડ્રોન્સના સંભવિત વિદેશી લશ્કરી વેચાણ બાબતે કોંગ્રેસને જાણ કરી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને ડ્રોન્સના ઉત્પાદક જનરલ એટોમિકેસે આ વેચાણ અંગે પ્રગતિની માહિતી ભારત સહિત દેશના ઉચ્ચ નેશનલ સિક્યુરિટી નેતૃત્વને આપી હતી. યુએસ સાથે આ 4 બિલિયન ડોલરના સોદાથી 31 અત્યાધુનિક MQ-9B સ્કાય ગાર્ડિયન ડ્રોન્સને હાંસલ કરવાનો માર્ગ મોકળો બનશે. એટલું જ નહિ, ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારા સાથે એરક્રાફ્ટની સંખ્યામાં 16 ગણો વધારો થશે. વર્તમાન લીઝ એગ્રીમેન્ટ પછી પણ ભારતની દરિયાઈ સુરક્ષામાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
ડ્રોન સોદો યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે સંસક્ષણ સંબંધોને વ્યાપકપણે મજબૂત બનાવવાના ભાગરૂપે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઉચ્ચ હોદ્દાઓ પર ભારતવંશીઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે જેનું દેખીતું ઉદાહરણ પ્રિન્સિપાલ ડેપ્યુટી સ્પોક્સમેન વેદાંત પટેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter