યુએસના ૫૩ એરપોર્ટ પર ઇન્ડિયન્સની તપાસ નહીં

Friday 07th July 2017 07:20 EDT
 

ન્યૂ યોર્ક: તાજેતરમાં ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસે ગયા પછી અમેરિકાએ મિત્રતા અને શુભેચ્છાને નાતે યુએસના ૫૩ એરપોર્ટ પર ભારતીયોને તપાસ વિના પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. અમેરિકા દ્વારા ભારતીયોને ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવ્યા છે. આવા ૧૧ દેશોમાં ભારતને સ્થાન મળ્યું છે. ભારતીયોને હવે અમેરિકામાં પ્રિએપ્રૂવલ લો-રિસ્ક પ્રવાસીનો દરજ્જો મળ્યો છે. આવા પ્રવાસીઓએ હવે ઈમિગ્રેશન કે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં.

પાસપોર્ટ અને ફિંગરપ્રિન્ટ ચેક

રજિસ્ટ્રેશન કરાવેલા પ્રવાસીએ ગ્લોબલ એન્ટ્રી બૂથ પર જવું પડશે પાસપોર્ટ કે યુએસનું કાયમી આવાસ કાર્ડ રજૂ કરવાનું રહેશે. આ પછી ફિંગરપ્રિન્ટ પર સ્કેનર પર તેમણે તપાસ કરાવવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter