યુએસનાં ૧૦ રાજ્યમાં બરફનું તોફાન થતાં પાંચ કરોડ લોકોને અસરઃ ૨૬૦૦ ફ્લાઇટ રદ

Friday 09th March 2018 06:29 EST
 
 

ન્યૂ યોર્કઃ યુએસના ૧૦ રાજ્ય બરફના તોફાનમાં ફસાયા છે. નોરિસ્ટર તોફાનના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. પૂર્વ અમેરિકામાં આશરે ૨૬૦૦ ફ્લાઇટ રદ કરી દેવાઈ છે. એકલા ન્યૂ યોર્કમાં જ ૧૯૦૦ ફ્લાઇટ રદ કરાઈ છે. આ ક્ષેત્રમાં ગયા અઠવાડિયે પણ બરફનું તોફાન આવ્યું હતું. વાહનવ્યવહાર અને ટ્રેનસેવા પણ બંધ કરી દેવાઈ છે. તોફાનથી પાંચ કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે.

વીજળી ગુલ

ફિલાડેલ્ફિયાથી ન્યૂ યોર્ક સુધી વીજ પુરવઠો ઠપ્પ થયો છે. ન્યૂ યોર્ક સિટીમાં ૮-૧૨ ઇંચ સુધી બરફવર્ષા થઈ છે. બીજી તરફ બ્રિટનમાં અંદાજે ૧૦ ઇંચ બરફવર્ષા થઈ છે. અહીં પણ માર્ગ, ટ્રેન, વિમાનસેવા બંધ કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter