ન્યૂ યોર્કઃ યુએસની અનેક યુનિવર્સિટીઓમાં ગીતા એ અભ્યાસનો વિષય બન્યો છે. ન્યૂ જર્સીની સેટોન હોલ યુનિવર્સિટીમાં આ વિષય અનિવાર્ય બનાવ્યો છે. આ યુનિવર્સિટી ૧૮૫૬માં સ્થાપવામાં આવી છે. અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં તેનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટી પૂર્ણપણે સ્વાયત્ત છે. વિશ્વભરમાંથી આવેલા બધા વંશના, વર્ણના વિદ્યાર્થી આ યુનિવર્સિટીમાં ભણે છે. આ વિદ્યાર્થીઓ ગીતાનો ફક્ત આધ્યાત્મિક જ નહીં, પણ બધી દૃષ્ટિએ અભ્યાસ કરી શકે છે. અને તેનો લાભ જીવનમાં થાય છે. ખાસ કરીને મેનેજમેન્ટ કૌશલ્ય વગેરે મુદ્દા માટે વિદ્યાર્થીઓ ગીતાભ્યાસ કરતા હોય છે.