યુએસનું પાકિસ્તાન - અફઘાનસ્તાન માટેનું ભંડોળ મેક્સિકો દિવાલ માટે ટ્રાન્સફર

Thursday 23rd May 2019 05:50 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેના માટે રાખેલું ભંડોળ હવે મેક્સિકો-અમેરિકાની સરહદે બંધાનારી દિવાલ માટે ટ્રાન્સફર કર્યું હતું. એમ હંગામી સંરક્ષણ પ્રધાન પેટ્રીક શાનાહાએ ૧૫મીએ જાહેર કર્યું હતું. અમે ૧૨૦ માઈલ કરતાં પણ વધુ લાંબી દિવાલ માટે ૧.૫ અબજ ડોલર આપવા નક્કી કર્યું હતું. એમ શાનાહાએ એક નિવેદનમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે ગયા વર્ષે નહીં વપરાયેલી ગ્રાન્ટ, પાકિસ્તાનને આપવાનું ફંડ એમ આ રકમ ભેગી કરી હતી.

શાનાહાએ કહ્યું કે, ૬૦ કરોડ કરતાં વધુ ડોલરનું ભંડોળ અફઘાન સુરક્ષાદળો માટે હતું. અફઘાનિસ્તાનમાં કાર્યરત અમેરિકન સેનાની કામગીરીને ટેકો આપનાર લશ્કરી અને લોજિસ્ટિક તરીકે પાકિસ્તાનને આપવાને ૭.૮ લાખ ડોલરના કોલિએશન સપોર્ટ ફંડમાંથી આ રકમ ઓછી કરીને મેક્સિકો દિવાલ માટે વાપરવાની નક્કી કરી છે. અફઘાનિસ્તાનમાં વધી ગયેલા હુમલા અને અમેરિકાની તાલિબાન સાથેની મંત્રણામાં કેટલીય ફરિયાદ છતાં અમે આ ભંડોળ માટે ફરીથી યોજના બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter