યુએસનું વરવું ગન કલ્ચરઃ કોરોનાકાળમાં શૂટઆઉટના કેસ 35 ટકા વધ્યા

Saturday 21st May 2022 07:01 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના બંધારણમાં અપાયેલો બંદૂક રાખવાનો અધિકાર હવે દેશ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. અહીં શૂટઆઉટ કરીને હત્યા નીપજાવવાના મામલાની સંખ્યા સતત વધતી જઈ રહી છે. છેલ્લા થોડાક વર્ષોમાં વંશીય હિંસા વધ્યા બાદ તો વાત-વાતમાં ગોળી મારી દેવાની ઘટનાઓ સામે આવી રહી છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રે થોડા સમય પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો તેમાં પણ આ વાતની પુષ્ટિ કરાઇ છે. રિપોર્ટ મુજબ, કોવિડના પ્રથમ ચરણમાં ગોળી મારીને હત્યા કરવાના મામલામાં ૩૫ ટકાની વૃદ્ધિ થઈ છે. તેને ઐતિહાસિક વધારો છે કારણ કે પાછલા ૨૫ વર્ષમાં સૌથી વધુ હત્યાઓ 2020માં થઈ છે. સીડીસીના કાર્યવાહક મુખ્ય ઉપનિદેશક અને નેશનલ સેન્ટર ફોર ઇન્જરી પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલના નિદેશક ડો. ડેબરા ઇ. હોરીએ જણાવ્યું કે કોરોનાના સમયે બંદૂક સંબંધિત ઘટનાઓમાં ૪૫,૦૦૦થી વધુ અમેરિકોનાં મોત થયા છે. આ ૧૯૯૪ બાદથી ગોળી મારીને હત્યાના મામલાનો દર સૌથી વધુ છે. પોકેટ પોર્ટબલ ગનથી થનારી હત્યા વધુ છે.
બીજી તરફ, ગરીબ સમુદાયમાં સૌથી વધુ હત્યાઓ થઈ છે. જોવામાં આવ્યું છે કે વિશેષ રૂપથી યુવા અશ્વેત પુરુષ બંદૂકનો અપરાધિક ગતિવિધિઓમાં ઉપયોગ કરે છે. અમેરિકોમાં અશ્વેત મહિલાઓના મોતમાં પણ વૃદ્ધિ થઈ છે. આંકડાઓ અનુસાર બંદૂકથી થનારા મોતમાં અડધાથી વધુ મામલા આત્મહત્યાના નોંધાયા હતા.
દર સપ્તાહે ૧૨ લાખ બંદૂકોનું વેચાણ
અમેરિકામાં લોકડાઉન દરમિયાન એક જ સપ્તાહમાં સરેરાશ ૧૨ લાખ બંદૂકોનું વિક્રમજનક વેચાણ થયું. 2021ની વાત કરીએ તો 73 ટકા ગોરાઓ પાસે ગન છે. ગન રાખનાર લોકોમાં 63 ટકા પુરુષ છે. 10 ટકા અશ્વેત ગન રાખે છે. 39 ટકા પરિવારોમાં બંદૂક છે, જે 2016ના 32 ટકાથી વધુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter