યુએસમાં છેડતી અને જાતીય હુમલા કેસમાં હિતેન પટેલને ૪૬ વર્ષની કેદ

Wednesday 08th April 2015 09:31 EDT
 

ન્યૂ યોર્કઃ વર્ષ ૨૦૦૫માં પાંચ મહિલાઓ સાથે સેક્સ સબંધિત ગુના આચરવા બદલ યુએસના ન્યૂ જર્સી સ્ટેટમાં કોર્ટે ભારતીય-અમેરિકનને ૪૬ વર્ષની સજા ફટકારી છે. ૩૬ વર્ષના હિતેન પટેલને એટલાન્ટા શહેરમાં ફેબ્રુઆરીમાં સેક્સ માટે કરાયેલા હુમલા, શારીરિક છેડતી અને આવા જ અન્ય ૨૨ અપરાધો બદલ આ સજા કરવામાં આવી છે. બે સપ્તાહ સુધી ચાલેલી સુનાવણી દરમિયાન અનેક મહિલાઓએ હિતેન પટેલે પોતાના પર કરેલા હુમલા અંગે નિવેદન આપ્યા હતા.

ફરિયાદ પક્ષ મુજબ, હિતેન પટેલે બચાવમાં એવી દલીલ કરી હતી કે આ તમામ મહિલાઓ વેશ્યાઓ હતી અને તેમની મરજીથી જ તેણે આ કૃત્ય કર્યું હતું, એમ એક દૈનિકના અહેવાલમાં જણાવાયું હતું. જોકે કોર્ટે દલીલ ફગાવીને તેને દોષિત ઠરાવ્યો હતો.

કેમડન કાઉન્ટીની ૨૧ વર્ષની એક પીડિતાએ કહ્યું હતું કે હિતેન પટેલે પોતે ગુપ્તવેશમાં કામ કરતો જાસૂસ હોવાનો દાવો કર્યો હતો અને બનાવટી બેજ બતાવી એક વાનમાં લઇ ગયો હતો અને બંદુકની અણીએ શારીરિક છેડતી કરી હતી. જોકે તે યુવતી વાનમાંથી ભાગી છુટવામાં સફળ રહી હતી. બાદમાં તેણે ફરિયાદ કરતાં પોલીસે હિતેન પટેલની ધરપકડ કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યા પ્રમાણે હિતેન પટેલે આ ઘટનામાં વાપરેલી બંદુક રમકડાંની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter