યુએસમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહ્યાો છુંઃ ટ્રમ્પ

Saturday 08th August 2020 07:21 EDT
 
 

વોશિંગ્ટન: એક તરફ માઈક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકના માલિકી હક્ક ખરીદી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે બીજી તરફ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધડાકો કરતાં કહ્યું છે કે તેમની સરકાર ટિકટોક પર પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહી છે. ટૂંક સમયમાં જ ટિકટોક અંગે કોઈ મહત્વનો આદેશ કરવાનો સંકેત ટ્રમ્પે આપ્યો છે. ટિકટોક સામે અમેરિકાના યુઝર્સનો ડેટા ચોરીને ચીન મોકલ્યો હોવાનો આરોપ લાગ્યો છે.
ટ્રમ્પનું કહેવું છે કે સરકાર ટિકટોક પર કાયમી પ્રતિબંધ મૂકવા વિચારે છે. ટિકટોકને લઈને નિષ્ણાતો સાથે ચર્ચા ચાલે છે અને ટૂંકમાં મહત્વના આદેશો જારી કરવા સંકેત તેમણે આપ્યો હતો. ટિકટોકની માલિકી ધરાવતી કંપની બાઈટડાન્સને યુએસમાં ટિકટોકના માલિકી હકો વેચી દેવાનો આદેશ ટ્રમ્પ કરશે એવી અટકળો થઈ રહી છે. માઈક્રોસોફ્ટના સૂત્રોએ કહ્યું હતું કે ટ્રમ્પના આદેશની રાહ જોવાય છે. કંપની અમેરિકામાં ટિકટોકના માલિકી હકો ખરીદવા તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter