યુએસમાં નોર્થ ઈસ્ટર સ્ટોર્મનો કેર

Thursday 01st October 2026 11:57 EDT
 
 

અમેરિકાના ઈસ્ટ કોસ્ટ પર ત્રાટકેલા શક્તિશાળી નોર્થ ઈસ્ટર સ્ટોર્મે ભારે વરસાદ, તીવ્ર પવન અને દરિયાકાંઠે પૂર જેવી સ્થિતિ સર્જી હતી. ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, બોસ્ટન, ફિલાડેલ્ફિયા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. અધિકારીઓએ દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વધુ પૂરનું એલર્ટ આપ્યું છે. તોફાનના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થતાં મોટા પાયે વીજ પુરવઠો ખોરવાયો છે. રવિવારે સવારે નોર્થ-ઈસ્ટ અને મિડ-એટલાન્ટિક વિસ્તારમાં 1 લાખથી વધુ વીજ ગ્રાહકો વીજળી વિહોણા હતા. ન્યૂ જર્સીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી રસ્તાઓ અને ઘરોમાં ઘૂસી ગયું હતું. તોફાનની અસર હવાઈ મુસાફરી પર પણ પડી છે. લગભગ 425 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે, 1,300થી વધુ ફ્લાઈટસ મોડી પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter