યુએસમાં પ્રતિબંધિત દવાઓ આપવા બદલ ભારતીય દંપતીને ૧૨ લાખ ડોલરનો દંડ

Friday 07th July 2017 07:37 EDT
 

ગ્રીન વિલેઃ ગ્રીન વિલે અને ટેનેસીમાં જોનસન સિટીમાં કેન્સર સેન્ટર ચલાવતા ૬૮ વર્ષના ડો. અનિંદિયા સેન અને તેમનાં પત્ની પેટ્રિસિયા સેન પર આરોપ છે કે અમેરિકામાં મંજૂરી વગરની દવાઓ દર્દીઓને આપી છે. આ ઉપરાંત તેમણે છેતરપિંડી કરીને કેસની પતાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ભારતીય અમેરિકન ડોક્ટર અને તેમના પત્નીએ ૧૨ લાખ ડોલર આપવાની તૈયારી દર્શાવી હતી. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૨ સુધી સેન્ટરનું મેનેજમેન્ટ દંપતી કરતું હતું.

આ દંપતીએ મંજૂરી વગરની સસ્તી દવાઓ આપીને અઢળક પૈસા બનાવ્યા હતા, એમ જસ્ટિસ વિભાગે કહ્યું હતું. તેઓ રાજ્ય અને ફેડરલ ફોલ્સ ક્લેઈમ્સ એક્ટ કેસની પતાવટ માટે ૧૨ લાખ ડોલર ચૂકવશે. તેમની મેડિકલ પ્રેક્ટિસના કારણે મેડિકેર એન્ડ ટેનેસી મેડિએઈડને ભારે નુકસાન થયું હતું. તેમણે કેન્સર વિરોધી દવાઓ આપી હોવાનો દાવો કર્યો હતો. આ દવાઓ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા અમેરિકામાં ઉત્પાદન કરવા કે વેચવા માટે મંજૂરી પાત્ર નથી.

એફડીએ દ્વારા જેને મંજૂર કરાયેલી નથી એવી વિદેશી બનાવટની દવાઓ માટે બિલ બનાવવા ફેડરલ આરોગ્ય સંભાળ કાર્યક્રમના મહત્ત્વને ઘટાડી દે છે અને તેનાથી દર્દીના આરોગ્ય પર જોખમ ઊભું થઈ શકે છે, એમ જસ્ટિસ વિભાગના સિવિલ વિભાગના સહાયક એટર્ની જનરલ ચાડ રિડલરે કહ્યું હતું.

સરકારે આક્ષેપ કર્યો હતો કે સેન દંપતી દ્વારા દર્દીઓને જે દવાઓ આપવામાં આવી હતી અને જેના બિલ મેડિકેરને મોકલવાયા હતા જે રિએમ્બર્સમેન્ટને પાત્ર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter