યુએસમાં ભારતીય ટેક્સી ડ્રાઇવરે વૃદ્ધાનાં ૨૫ હજાર ડોલર બચાવ્યા

Wednesday 19th February 2020 06:09 EST
 

ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં રોઝવિલે કેબના માલિક રાજ સિંહે ૯૨ વર્ષની એક વૃદ્ધાને પોતાની ટેક્સીમાં મુસાફર તરીકે બેસાડી હતી. વૃદ્ધા બેંકમાંથી પૈસા ઉપાડીને ઈન્ટર્નલ રેવન્યુ સર્વિસમાં દેવું ભરપાઈ કરવા જતી હતી. થોડા સમય પહેલાં પણ આ વૃદ્ધાને રાજે પીક કરી હતી. સ્કીમ માટેની વાતમાં વૃદ્ધાએ તે પૈસા ભરવા જઈ રહ્યાનું કહ્યું તેથી રાજ સિંહે વૃદ્ધાને કહ્યું કે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. જોકે વૃદ્ધા માનવા તૈયાર જ નહોતાં. રાજ સિંહે મહિલાને ફરીથી તેમના નિર્ણય અંગે વિચારવા વિનંતી કરી પછી તેઓ વૃદ્ધા રાજ સિંહ સાથે જ રોઝવિલે પોલીસ સ્ટેશન ગયાં. પોલીસ સ્ટેશનમાં રાજ સિંહે પોલીસ અધિકારીને વૃદ્ધા સાથે વાત કરવા જણાવ્યું હતું. જ્યારે અધિકારીએ વૃદ્ધા સાથે વાત કરી ત્યારે તેઓ સમજ્યાં કે તેઓ કૌભાંડમાં ફસાઈ ગયાં હોત. રાજ સિંહે વૃદ્ધાનાં ૨૫ હજાર ડોલર જતા બચાવ્યા હતા તેથી રાજ સિંહને ‘ગ્રેટ સિટિઝન એવોર્ડ’ આપવાની પોલીસે જાહેરાત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter