યુએસમાં ભારતીયની ૧.૭ કરોડ ડોલરની છેતરપિંડી

Monday 21st September 2020 07:38 EDT
 

ન્યૂ જર્સીઃ હાલમાં બંધ પડેલી ન્યૂ જર્સીની મારબલ અને ગ્રેનાઈટનું જથ્થાબંધ વેચાણ કરતી કંપનીના ભારતીય અમેરિકન વડા રાજેન્દ્ર કાંકરિયાએ બેંકો સાથે ૧.૭ કરોડ ડોલરની છેતરપિંડી કરી હોવાના ગુનાનો એકરાર કર્યો હતો એમ યુએસ એટર્નીએ ૧૬મીએ કહ્યું હતું. રાજેન્દ્ર કાંકરિયા (ઉં ૬૧)એ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ સુસાસ વિગેન્ટન સમક્ષ વીડિયો કોન્ફરન્સમાં કબૂલાત કરી હતી કે, નાણાકીય સંસ્થાઓ સાથે તેમણે વાયર ફ્રોડ કર્યો હતો. છેતરપિંડીના આરોપસર રાજેન્દ્રને ૩૦ વર્ષ સુધીની જેલ અને દસ લાખ ડોલરનો દંડ થઈ શકે છે. ૧૮ જાન્યુઆરીએ તેની સજા નક્કી કરાશે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, માર્ચ ૨૦૧૬થી માર્ચ ૨૦૧૮ વચ્ચે લોટ્સ એક્ઝિમ ઈન્ટરનેશનલ ઈન્ક.ના પ્રમુખ અને ભાગીદાર રાજેન્દ્ર કાંકરિયાએ અન્ય સાથે મળીને છેતરપિંડી દ્વારા લાઈન ઓફ ક્રેડિટમાં ૧.૭ કરોડ ડોલરની લોન લીધી હતી. બેન્ક લાઈન ઓફ ક્રેડિટને સાચી માની લોન આપી હતી. જ્યારે વાસ્તવમાં કાંકરિયા અને તેના સાથી ષડયંત્રકારોએ તેમના ખાતાને અનેક ગણા વધારીને બતાવ્યા હતા અથવા ખાતા સાથે બનાવટ કરી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter