યુએસમાં હવે દરરોજ 3 હજાર ઇમિગ્રન્ટ્સની ધરપકડ

Thursday 05th June 2025 06:01 EDT
 
 

વોશિંગ્ટનઃ ટ્રમ્પ તંત્રે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના નવા આદેશ હેઠળ ટ્રમ્પ વહીવટી તંત્ર હવે દરરોજ 3 હજારથી વધુ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરશે. હાલમાં દરરોજ ધરપકડની સંખ્યા 1 હજાર કરતા ઓછી હતી. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નેપોમે યુનાઇટેડ સ્ટેટ્સ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ અધિકારીઓ સાથેની બેઠકમાં આ આદેશની જાહેરાત કરી. આદેશની ગેરકાયદે રહેતા 7.25 લાખ ભારતીયો પર અસર પડશે. હાલ અમેરિકામાં એક કરોડથી
વધુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સનો વસવાટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter