યુએસમાં હવે બાળકોને કોરોના વેક્સિન

Saturday 22nd May 2021 09:25 EDT
 
 

વોશિંગ્ટનઃ યુએસના લુઇવિલેમાં રહેતા ૧૩ વર્ષીય ઓસ્કર પેલેસેન કહે છે કે છેલ્લા દોઢ વર્ષમાં તે કોઇ પણ દોસ્તને રૂબરૂ મળી શક્યો નથી. કોરોનાના કારણે સ્કેટબોર્ડિંગ, ટ્રેમ્પોલિન જમ્પિંગ અથવા દોસ્તોના ઘરે જઇને રમવું બધું જ બંધ થઇ ગયું હતું. જોકે ૧૪ મેના રોજ ઓસ્કરે વેક્સિનનો પહેલો ડોઝ લીધો. હવે તે ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે હવે તે પહેલાંની જેમ મુક્ત રીતે મેદાનોમાં રમી શકશે.
ઓસ્કર જ નહીં. અમેરિકાના ૧.૭ કરોડામાંથી મોટા ભાગના કિશોર ૧૨થી ૧૫ વર્ષના છે, જેઓ સરકારના આ નિર્ણયથી ખૂબ ખુશ છે. આ નિર્ણયને તેઓ પોતાની આઝાદીની રીતે પણ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી માતા-પિતા પણ ઉત્સાહિત છે. વોશિંગ્ટન, ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા અને ઇલિનોઇમાં તો લોકોએ તાત્કાલિક ધોરણે પોતાનાં સંતાનોના વેક્સિન સ્લોટ બુક કરાવી લીધા છે. નોર્થ કેરોલિનાના ચેપલ હિલમાં કોમ્યુનિકેશનમાં કામ કરતાં જૈન ફેરિસે પુત્રી ઇલિઓટ માટે વેક્સિન બુકિંગ કરાવ્યું છે. આ પછી તેમણે પોતાના અનેક મિત્રોને પણ નંબર મોકલ્યો છે, જેથી તેઓ પણ પોતાનાં સંતાનોને વેક્સિન અપાવી શકે છે. શિકાગોના ૫૩ વર્ષીય એડ્રુઆર્ડો ૧૪ વર્ષીય પુત્રી રોકેલને સ્કૂલથી લઇને સીધા જ વેક્સિનેશન સેન્ટર પહોંચી ગયા હતા. બ્રાયન યુનિવર્સિર્ટીમાં પબ્લિક હેલ્થ વિભાગના ડિન આશિષ ઝાના મતે, કેટલાંક સપ્તાહમાં અમેરિકાના એક તૃતિયાંશ ટિનેજર્સને વેક્સિન આપી દેવાશે. હવે સમર કેમ્પ અને સ્કુલોમાં પણે વેક્સિનેશન ફરજિયાત કરી દેવાય તો આ સંખ્યા ઘણી વધી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter