યુએસમાં ‘બર્થ ટુરિઝમ’ પર આકરા અંકુશ, નવા વિઝા નિયમો લાગુ

Saturday 03rd October 2026 11:57 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ‘બર્થ ટુરિઝમ’માં સામેલ કે તેને પ્રોત્સાહન આપતી વ્યક્તિઓના વિઝા પર પ્રતિબંધ મૂકવા જઈ રહ્યું છે. સરકારનું માનવું છે કે આવી પ્રવૃત્તિઓ નફા માટે અમેરિકન નાગરિકતા વેચવા માટે ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરે છે.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘આ ફ્રોડમાં સામેલ અને તેમાંથી નફો કમાનારાઓના વિઝા જારી કરવા પર રોક લગાવીને અમે સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છીએઃ અમેરિકા વિદેશીઓને અમારી ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરવા અને યુએસ નાગરિકતાની પવિત્રતાનું ઉલ્લંઘન કરવા દેશે નહીં.’ રુબિયોએ જણાવ્યું કે આ નીતિ હેઠળ કોમર્શિયલ બર્થ ટુરિઝમ નેટવર્કના માલિકો, સંચાલકો, મેનેજરો, વિઝા ફિક્સર કે જેઓ અરજદારોને છેતરપિંડી કરવા શીખવાડે છે, અને વિદેશી તબીબી સહાયકો કે જેઓ જાણીજોઈને આવી મુસાફરી અને મેડિકેડ સિસ્ટમના કપટપૂર્ણ ઉપયોગમાં મદદ કરે છે તેમને લક્ષ્યાંક બનાવાશે.
ગયા મહિને, યુએસ પ્રમુખ ટ્રમ્પે અમેરિકાની ધરતી પર જન્મેલા અમુક બાળકોને નાગરિકતાના દસ્તાવેજો આપવા પર રોક લગાવવા અને બર્થ ટુરિઝમ માટે પ્રવેશ મર્યાદિત કરવાના બે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ આદેશો સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના 20 જાન્યુઆરી, 2025ના તે એક્ઝિક્યુટિવ ઓર્ડરને ફગાવી દેવાના પ્રતિભાવમાં લાવવામાં આવ્યા હતા. જેમાં યુએસમાં બિન-નાગરિકોને ત્યાં જન્મેલા બાળકો માટે આપોઆપ મળતી નાગરિકતાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter