રાજા રવિ વર્માનું ચિત્ર ૧૧.૯ કરોડ રૂપિયામાં વેચાયું

Thursday 23rd March 2017 07:46 EDT
 
 

નવી દિલ્હી: સોથબે ઓક્શન્સે હાલમાં જ યોજેલા મોર્ડન એન્ડ કન્ટેમ્પરરી સાઉથ એશિયન આર્ટ એન્ડ ઇન્ડિયન વર્ક્સ ઓફ આર્ટની એક ઇવેન્ટ ન્યૂ યોર્કમાં યોજી હતી. આ લિલામીમાં રાજા રવિ વર્માના પેઇન્ટિંગના રૂ. ૧૧.૯ કરોડ ઉપજ્યા હતા. ૩જી સદીથી ૨૧મી સદી સુધીના ૧,૭૦૦ વર્ષના સમયગાળાના ચિત્રો અહીં મુકાયાં હતાં. આ દ્વિવાર્ષિક લિલામીમાં અંદાજે રૂ. ૭૩.૯ કરોડના ચિત્રો તથા કળાના અન્ય નમૂનાઓની લિલામી થઈ હતી. મકબૂલ ફિદા હુસેનનાં એક ચિત્રના ૯૩,૬૫,૫૦૦ ડોલર ઉપજ્યા હતા. તેમનાં ૧૯૭૧ના એક અનામી કળાના નમૂનાના ૯૩,૬૫,૫૦૦ ડોલર ઉપજ્યા હતા. જ્યારે હૈદરના રઝાના એક ચિત્રના ૫,૮૮,૫૦૦ ડોલર ઉપજ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter