ટેક્સાસઃ સેનેટ ઉમેદવાર અને રિપબ્લિકન નેતા એલેક્ઝાન્ડર ડંકને ભગવાન હનુમાનની પ્રતિમા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી વિવાદ થયો છે. 90 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા તેમણે લખ્યું, કે આપણે ટેક્સાસમાં ખોટા હિન્દુ દેવતાની પ્રતિમા કેમ બનાવી રહ્યા છીએ? આપણે ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. બાઇબલનો ઉલ્લેખ કરીને તેમણે મૂર્તિ પૂજાની નિંદા કરી હતી. ડંકનના નિવેદનથી હિન્દુઓમાં આક્રોશ ફેલાયો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ટેક્સાસના જીઓપીને ટેગ કરી પૂછ્યું કે શું તેઓ તેમના ઉમેદવાર સામે કાર્યવાહી કરશે, જે પાર્ટીના ભેદભાવ વિરોધી ગાઈડલાઈન અને અમેરિકી બંધારણના ધાર્મિક સ્વતંત્રતા કલમનું ઉલ્લંઘન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેમની આકરી ટીકા કરી છે.