• ડીલ શું છે? અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.
• 300 બિલિયન ડોલર કઇ રીતે? 300 બિલિયન ડોલર એ એકસાથે થનારું રોકાણ નથી. આ 20 વર્ષની કુલ વ્યાપારિક પ્રવૃત્તિનું અંદાજિત મૂલ્ય છે, જેમાં સામેલ છે - 125 બિલિયન ડોલરના અમેરિકી શેલ ઓઈલની ખરીદી અને 175 બિલિયન ડોલર રિફાઈન્ડ ઉત્પાદનોના વેચાણથી આવશે.
• વાસ્તવિક ખર્ચ કેટલો? વાસ્તવિક બાંધકામ ખર્ચ 4થી 5 બિલિયન ડોલર (આશરે રૂ. 46,000 કરોડ) હશે.
• રિલાયન્સની પસંદગી કેમ? રિલાયન્સ વિશ્વની સૌથી મોટી રિફાઇનિંગ કંપનીઓમાંની એક છે. જામનગરમાં રિલાયન્સની રિફાઇનિંગ સંકુલ વિશ્વની સૌથી મોટી જેની ક્ષમતા પ્રતિ દિન 12.4 લાખ બેરલ છે. રિલાયન્સ પાસે રિફાઇનરીઓ બનાવવા અને ચલાવવાનો અનુભવ છે જે કોઈ અમેરિકન કંપની પાસે નથી.
ભારત અને અમેરિકાને શું ફાયદો થશે?
ભારત અને રિલાયન્સ માટે લાભઃ અમેરિકી ઊર્જા બજારમાં સીધી પકડ. 20 વર્ષનો ગેરેન્ટેડ કારોબાર. વૈશ્વિક ઊર્જા સપ્લાય ચેઈનમાં નિર્ણાયક ભૂમિકા. ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો પણ વધુ મજબૂત બનશે.
અમેરિકાને લાભઃ હજારો નવી નોકરીઓ, ખાસ કરીને દક્ષિણ ટેક્સાસમાં. અમેરિકન શેલ ઓઈલનો વપરાશ વધશે. વેપાર ખાધ 300 બિલિયન ડોલર ઘટવાની ધારણા છે.


