લાપતા એન્જિનીઅર અંકિત બાગાઈનો મૃતદેહ લેક ચર્ચિલમાંથી મળી આવ્યો

Friday 28th April 2023 08:49 EDT
 
 

વોશિંગ્ટનઃ લાપતા થયેલા 30 વર્ષીય ભારતીય-અમેરિકન સોફ્ટવેર એન્જિનીઅર અંકિત બાગાઈનો મૃતદેહ 19 એપ્રિલે મેરીલેન્ડના લેક ચર્ચિલમાંથી મળી આવ્યો હતો. તેઓ 9 એપ્રિલથી તેમના જર્મનટાઉનમાંથી લાપતા હતા. યુનિવર્સિટી ઓફ વર્જિનિયાના ગ્રેજ્યુએટ અંકિત બાગાઈને અનેક જીવનરક્ષક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરાયેલી હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું પરંતુ, મૃત્યુનાં કારણની જાહેરાત કરાઈ ન હતી. જોકે, પોલીસે કોઈ શંકાસ્પદ બાબત ન હોવાનું જણાવ્યું હતું.
મોન્ટેગોમેરી પોલીસના જણાવ્યા મુજબ અંકિત બાગાઈ છેલ્લે 9 એપ્રિલે સવારે 11.30 કલાકે માઈલસ્ટોન પ્લાઝા નજીક જોવા મળ્યા હતા. તેમના પરિવારે તપાસ માટે રવિવારે સર્ચ પાર્ટી બોલાવી હતી અને સ્થળે સ્થળે તેમની તસવીરો લગાવડાવી હતી. તેમના વિશે માહિતી આપનારને 5000 ડોલરના ઈનામની જાહેરાત પણ કરાઈ હતી. અંકિત વર્જિનિયા અથવા વોશિંગ્ટન ડીસીમાં હોઈ શકે તેમ મનાતું હતું. તેમના ગુમ થયા પછી પોલીસને લેક ચર્ચિલમાં કોઈ વ્યક્તિ હોવાનો રિપોર્ટ મળ્યો હતો. સોનાર, ડ્રગ હૂક્સના ઉપયોગથી ત્રણ-ચાર કલાક સુધી તપાસ કરાઈ હતી પરંતુ, કશું મળ્યું ન હતું તેમ અંકિતના બ્રધર-ઈન-લો ગોવિંદ સિંહે જણાવ્યું હતું. અંકિતને માનસિક આરોગ્યની સમસ્યા હોવાનું અને ગુમ થયાના દિવસથી તેની પાસે દવાઓ ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter