લુસિયાનામાં ઈડા વાવાઝોડું ત્રાટકતાં ભીષણ પૂર, ભારે નુક્સાન

Wednesday 01st September 2021 07:00 EDT
 
 

ન્યૂ ઓર્લિઅન્સઃ અમેરિકામાં 'ઈડા' તોફાન ૨૯ ઓગસ્ટે ભાયનક વાવાઝોડાની કેટેગરી 4માં ફેરવાતા લુસિયાનામાં ભારે નુક્સાન થયું હતું. વાવાઝોડાના પગલે ન્યૂ ઓર્લિઅન્સ શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા હતા અને હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું.
આ વાવાઝોડું કેટેગરી પાંચમાં ફેરવાય તેવી પણ આશંકા છે. ઈડા વાવાઝોડુ લુસિયાનાને ઘમરોળી નાખનારા કેટરિના વાવાઝોડાની ૧૬મી એનીવર્સરીએ જ ત્રાટક્યું હતું.
લુસિયાનામાં વર્ષ ૧૮૫૬ પછી આ સૌથી ભયાનક વાવાઝોડું હતું. તે લુસિયાના પર ત્રાટક્યું ત્યારે પવનની ગતિ પ્રતિ ક્લાક ૨૪૧ કિ.મી. હતી. લુસિયાનાના ઈતિહાસમાં પવનની સૌથી વધુ ગતિ ધરાવતું આ બીજું વાવાઝોડું છે. મેક્સિકોની ખાડી નજીક ઈડા વધુ શક્તિશાળી બન્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter