લેડી ગાગાએ સંસ્કૃત શ્લોક ટ્વિટ કરતાં ફોલોઅર્સ મુંઝાયા

Thursday 24th October 2019 05:03 EDT
 

હોલિવૂડઃ હોલિવૂડની ગાયિકા અને અભિનેત્રી લેડી ગાગાએ રવિવારે તેના ટ્વિટર એકાઉન્ટ પર સંસ્કૃતનો એક શ્લોક લખીને ભારે હલચલ મચાવી દીધી. લેડી ગાગાએ ટ્વીટર પર એક સંસ્કૃત શ્લોક લખી વિશ્વમાં શાંતિ અને સુખ ફેલાય તેવી પ્રાર્થના કરી. તેની આ ટ્વિટથી ભારતીયો ખુશ થયા, પરંતુ વિશ્વમાં તેના અન્ય ફોલોઅર્સ મુંઝાઈ ગયા અને તેઓ તેનો અર્થ શોધવા લાગ્યા. લેડી ગાગાએ રવિવારે અંગ્રેજી લખાણમાં ટ્વિટ કરી ‘લોક: સમસ્તા: સુખિનો ભવંતુ’. આ શબ્દો સંસ્કૃતના એક પ્રખ્યાત શ્લોકનો એક ભાગ છે.

આ શ્લોક વિશ્વમાં શાંતિ અને સુખ ફેલાવવાની પ્રાર્થના કરે છે. આ શ્લોકનો અર્થ છે દુનિયામાં બધી જગ્યાએ, બધા લોકો ખુશ અને સ્વતંત્ર રહે અને મારા જીવનના વિચાર, શબ્દ અને કાર્ય કોઈક રીતે તે ખુશી અને સ્વતંત્રતામાં યોગદાન આપી શકે. લેડી ગાગાએ ટ્વિટ કર્યા પછી તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધુ લોકો આ ટ્વીટને લાઈક કરી ચૂક્યા છે તો ૧૧ હજારથી વધુ વખત તેને રીટ્વિટ કરાઈ છે. ટ્વિટ જોઈ અનેક લોકો મુંઝવણમાં મૂકાઈ ગયા તો અનેક ભારતીયો તે જોઈને ખુશ થઈ ગયા. અનેક લોકોએ તેનો અર્થ જાણવા ગૂગલની મદદ લીધી. લેડી ગાગાના મૂંઝવણમાં મુકાયેલા ફોલોઅર્સની મદદે ભારતીયો આવ્યા અને તેમણે તેનો અર્થ સમજાવ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter