લોસ એન્જલસમાં ફરી ગોળીબાર: સિંગર-રેપરનું મૃત્યુ

Thursday 04th April 2019 06:28 EDT
 

લોસ એન્જલસઃ અમેરિકામાં ગોળીબારની નવી ઘટના સામે આવી છે. આ વખતના ગોળીબારે એક રેપ સંગીત કલાકારનો ભોગ લીધો છે. લોસ એન્જલસમાં રવિવારે બપોરે બનેલી ગોળીબારની ઘટનામાં ૩૩ વર્ષના રેપર નિપ્સ હસેલ તેની પોતાની વસ્ત્રોની દુકાનની બહાર ઠાર મરાયો હતો. ગોળીબારમાં બે અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. ગોળીબાર કરનારો શંકાસ્પદ હજી ઝડપાયો નથી. રેપરે ટ્વિટર પરનો છેલ્લો સંદેશ હતો કે, શક્તિશાળી શત્રુ હોવાની ઘટના પણ આશીર્વાદરૂપ છે. રેપરે નિપ્સ હસેલનું અવસાન થતા તેના કલાકાર મિત્રવર્તુળમાં પણ શોકની લાગણી ફરી વળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter