લોસ એન્જલસઃ શહેરમાં એક વ્યક્તિએ 70 વર્ષીય શીખ વૃદ્ધ હરપાલ સિંહ પર હુમલો કરતા માથામાં ફ્રેક્ચર અને મગજમાં ઈજા પહોંચી હતી. લોસ એન્જલસ પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ બોરિચાર્ડ વિટાગ્લિયાનો (44)ની ધરપકડ કરાઈ છે અને તેની સામે ઘાતક હથિયારથી હુમલો કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે આ હુમલો નફરતને કારણે નહીં પરંતુ પીડિતની મિલકતના વિવાદને કારણે થયો હતો. જોકે, શીખ ગઠબંધનએ કહ્યું કે તેને હાલમાં નફરતનો ગુનો માનવામાં આવે છે તે સંપૂર્ણપણે નકારી શકાય નહીં કારણ કે પીડિત બેભાન છે અને ઔપચારિક નિવેદન આપી શક્યા નથી.