વયસ્કોને કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ

Tuesday 23rd November 2021 14:27 EST
 

વોશિંગ્ટન: કોરોના મહામારીથી લોકોને બચાવવા માટે અમેરિકાએ મોટું પગલું ભર્યું છે. શુક્રવારે અમેરિકાએ ૧૮ વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે કોરોના વેક્સિનના બુસ્ટર ડૉઝને માન્યતા આપી હતી. વેક્સિન નિર્માતા કંપની ફાઈઝર અને મોડર્નાના નિવેદનમાં આ વાતની પુષ્ટી કરાઈ હતી. મોડર્નાના સીઈઓ સ્ટીફન બેન્સેલે કહ્યું કે વેક્સિનના બુસ્ટર ડોઝને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મહત્ત્વપૂર્ણ સમયે મળી છે કેમ કે ટૂંક સમયમાં જ વિન્ટર શરૂ થશે અને તે સમયે દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter