વર્જિનિયામાં ૩૫ વર્ષના ગુજરાતી રાજુલભાઈ પટેલની હત્યા

Wednesday 16th November 2016 07:40 EST
 

અમદાવાદઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાને પગલે ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. અમેરિકાના વર્જિનિયામાં ૧૧મી નવેમ્બરે રાત્રે રાજુલભાઈ રાજ પટેલ (૩૫)ની હત્યા થઈ હતી. અમેરિકાની હેનરીકો કન્ટ્રી પોલીસને ૧૧મીએ રાત્રે અંદાજે ૧૦ વાગ્યે એક તમાકુ સ્ટોરમાં ફાયરિંગ થયું હોવાનો મેસેજ મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં ચેમ્બર લેન ફાર્મ્સ શોપિંગ સેન્ટરમાં આવેલા એક સ્ટોરમાં આ બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. તમાકુ સ્ટોરમાં કામ કરતા રાજુલભાઈ પર અજાણ્યા શખ્સે ગોળીબાર કર્યો હતો અને તેમનો મૃતદેહ વિલ્કિન્સન રોડ પરથી મળી આવ્યો હતો.
દરમિયાન પડોશના સ્ટોરના માલિકોએ કહ્યું હતું કે, એક મહિના પહેલાં જ આ તમાકુના સ્ટોરમાં લૂંટ થઈ હતી. રાજુલભાઈની હત્યાને પગલે તેમનાં પત્ની અને બે સંતાનો આઘાતમાં સરી પડયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter