વર્જિનીયાના હોટલ માલિક વિનય પટેલ AAHOA બોર્ડના ચેર બન્યા

Tuesday 24th August 2021 15:25 EDT
 
 

રિચમન્ડઃ એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (AAHOA) દ્વારા ગઈ ૭ ઓગસ્ટે વર્જીનીયાના ભારતીય અમેરિકન હોટલ માલિક વિનય પટેલને AAHOAના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા ચેર પસંદ કરાયા હતા. ૨૦૨૧ AAHOA કન્વેન્શન અને ટ્રેડ શોના સમાપન વખતે તેઓ ચેર નીમાયા હતા. કોવિડ – ૧૯ મહામારી શરૂ થઈ તે પછી તે ડલાસમાં સૌથી મોટું અધિવેશન હતું.
પટેલે જણાવ્યું કે AAHOAના ચેર તરીકે અમેરિકાના હોટલ માલિકોની સેવા કરવી તે સન્માન ગણાય છે અને હું આ ઉદ્યોગને પૂર્વવત કરવા માટે લગભગ ૨૦,૦૦૦ મેમ્બર સાથે મળીને કામ કરવા ઉત્સુક છું. ૨૦૨૩ના અંતભાગમાં અથવા ૨૦૨૪માં સંપૂર્ણ રીકવરી થવાનો આ ઉદ્યોગનો અંદાજ છે.
પટેલ ૧૯૯૩માં AAHOAમાં જોડાયા હતા અને તેના બોર્ડ પર ૨૦૧૪થી સેવા આપે છે. ૨૦૧૮માં AAHOAના સભ્યોએ તેમને સેક્રેટરી તરીકે ચૂંટ્યા હતા. તેઓ IHG, Hilton, Radisson, Choice, and Wyndham brands સહિતની ૧૧ પ્રોપર્ટીના માલિક છે અને તેનું સંચાલન સંભાળે છે.
તેઓ વર્જીનીયા રેસ્ટોરન્ટ, લોજીંગ એન્ડ ટ્રાવેલ એસોસિએશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ છે અને હર્નડન હોસ્પિટાલિટી એસોસિએશનના પ્રેસિડેન્ટ છે.
દરમિયાન AAHOAએ છ ઓગસ્ટે તેના ૨૦૨૦ના એવોર્ડ વિજેતાઓના નામ જાહેર કર્યા હતા. તેમાં નંદા પટેલને AAHOA એવોર્ડ ઓફ એક્સેલન્સ, મિતેશ જીવનને સેસિલ બી ડે કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ, હોટલ લેક્સનને IAHA ઈન્ડિપેન્ડન્ટ હોટલ ઓફ ધ યર, મસુદુર ખાનને આઉટરીચ એવોર્ડ ફોર ફિલાન્થ્રોપી,   પ્રીતિ પટેલને આઉટસ્ટેન્ડિંગ વુમન હોટેલિયર, સાજન પટેલને આઉટસ્ટેન્ડિંગ યંગ પ્રોફેશનલ ઓફ ધ યર અને બીજલ પટેલને પોલિટિકલ એવોર્ડ ફોર એડવોકસી એનાયત કરાયો હતો.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter