વિદ્યાર્થીએ એઆઇની મદદથી 15 લાખ ખગોળીય પદાર્થો શોધ્યા

Thursday 22nd May 2025 06:14 EDT
 
 

અમેરિકાના મેટિયો પાઝ નામના હાઈસ્કૂલ સ્ટુડન્ટે એઆઈ અલ્ગોરિધમ વિકસાવીને 15 લાખ નવા ખગોળીય પદાર્થો શોધ્યા છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના પ્લાનેટ ફાઈન્ડર એકેડમીમાં અભ્યાસ વેળા થયેલા સંશોધનમાં ‘નાસા’ના નેઓવાઈઝ ટેલિસ્કોપના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું. ખગોળશાસ્ત્રી ડેવી કિર્કપેટ્રિકના માર્ગદર્શનમાં કરાયેલી આ શોધ ‘ધ એસ્ટ્રોનોમિકલ જર્નલ’માં પ્રકાશિત થઈ છે. આ સાથે જ મેટિયોએ 2.50 લાખ ડોલરનું ઈનામ જીત્યું છે. મેટિયોનું આ એઆઈ મોડલ શેરબજાર અને વેધર સ્ટડી માટે પણ ઉપયોગી બને તેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter