મેરીલેન્ડ: અમેરિકામાં મોન્ટગોમરી કાઉન્ટીના ગોશેન રોડ વિસ્તારમમાં 10 માળ ઊંચા ટાવરના વીજળી કેબલ પર નાનું વિમાન ફસાઈ જતાં વિમાનના બે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હવામાં અટકી પડ્યા હતા. સદભાગ્યે કોઈને ગંભીર ઇજા થઇ નથી. વિમાન અથડાતાં વીજળી કેબલ શોર્ટ સર્કિટ થઇ ગયો હતો અને મોન્ટગોમરી કાઉન્ટીના 90,000થી વધુ ઘરમાં અંધારપટ છવાઇ ગયો હતો. મોન્ટગોમરી કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે વરસાદના કારણે વિઝિબિલિટી બિલ્કુલ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. વીજળી ગુલ થતાં અનેક લોકો લિફ્ટમાં ફસાયા હતા. વીજળીથી ચાલતા અનેક સાધનો અચાનક બંધ થઈ જતાં અનેક વેપાર-ધંધાને નુકસાન થયું છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનના મુસાફરોને લાવવા બીજું વિમાન મોકલવામાં આવ્યું તો એ પણ તારમાં ફસાઈ ગયું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધર્યું હતું.