વૃદ્ધો સાથે છેતરપિંડીઃ ભારતીયને 33 મહિનાની જેલ, 24 લાખ ડોલરનો દંડ

Saturday 15th April 2023 12:42 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતીય નાગરિકને વૃદ્ધો સાથે છેતરપિંડી આચરવાના આરોપમાં 33 મહિનાની જેલની સજા ફટકારીને 24 લાખ ડોલરનો દંડ કરાયો છે.
29 વર્ષીય આશીષ બજાજ પર ગયા વર્ષે ચાર ઓગસ્ટે નેવાર્ક કોર્ટમાં છેતરપિંડીનું કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો હતો. જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ન્યૂ જર્સી સહિત સમગ્ર અમેરિકામાં વૃદ્ધોને છેતરનારા એક આંતરરાષ્ટ્રીય કાવતરામાં સંડોવાયેલ આરોપીને 33 મહિનાની જેલની કાપ્યા પછી બે વર્ષ વોચ રખાશે અને 24 લાખ ડોલરનો દંડ ભરવો પડશે.
પુરાવાઓ અનુસાર એપ્રિલ 2020થી ઓગસ્ટ 2021 સુધી આશીષ બજાજ અને તેમના સાથીઓએ અનેક બેંકો, ઓનલાઇન રિટેલ વિક્રેતાઓ અને ઓનલાઇન પેમેન્ટ કંપનીઓમાં કામ કરવાવાળા સ્વરૂપમાં વૃદ્ધોને નિશાન બનાવ્યા હતાં. આરોપીએ પીડિતોનો સંપર્ક કરી ખોટો દાવો કર્યો હતો કે તે પ્રતિષ્ઠિત કંપનીઓની તરફથી ફ્રોડ અટકાવનાર નિષ્ણાત છે. આરોપીએ બેંકો, ઓનલાઇન રિટેલ વિક્રેતાઓ અને ઓનલાઇન પેમેન્ટ કંપનીઓના ગ્રાહકોના એકાઉન્ટ ખાલી કરી દીધા હતાં.

આરોપીએ પીડિતોને એ પણ ખોટું વચન આપ્યું હતું કે એક વખત તેઓ નાણાં મોકલી દેશે તો સ્ટિંગ ઓપરેશન પછી ઓનલાઇન ફ્રોડ કરનારા જેલમાં હશે. આથી પીડિતોએ આરોપી બજાજના બેંક ખાતામાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યા હતાં. આવી રીતે આરોપીએ પીડિતો સાથે 20 કરોડની છેતરપિંડી કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter