વોટરગેટ સ્કેન્ડલના માસ્ટર માઇન્ડ ગોર્ડન લિડ્ડીનું નિધન

Thursday 08th April 2021 06:53 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકી ઇતિહાસમાં બહુચર્ચિત વોટરગેટ સ્કેન્ડલના માસ્ટરમાઇન્ડ જી. ગોર્ડન લિડ્ડીનું ૩૦ માર્ચે નિધન થયું છે. તેઓ ૯૦ વર્ષના હતા. તેમણે વર્જિનિયામાં તેમની દીકરીના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મૃત્યુનું કારણ તો જાહેર કરાયું નથી, પરંતુ તેમના પુત્ર થોમસ લિડ્ડીએ જણાવ્યું હતું કે તેમને કોરોના નહોતો.
એફબીઆઇના પૂર્વ એજન્ટ એવા લિડ્ડીને વોટરગેટ સ્કેન્ડલનું કાવતરું ઘડવાના અને ગેરકાયદે વાયર ટેપિંગ બદલ દોષિત ઠેરવાયા હતા. તેઓ ૪ વર્ષ અને ૪ મહિના સુધી જેલમાં રહ્યા. જેમાંથી ૧૦૦ દિવસથી વધુ સમય તેઓ એકાંતવાસમાં હતા. આ પછી તેઓ રેડિયો ટોક શોના હોસ્ટ બની ગયા. તેમનો શો ઘણો વિવાદસ્પદ રહ્યો. જેના કારણે તેઓ ખૂબ મશહૂર પણ થયા. લિડ્ડીએ સુરક્ષા સલાહકાર, લેખક અને અભિનેતા તરીકે પણ કામ કર્યું. નોંધનીય છે કે વોટરગેટ સ્કેન્ડલ સામે આવ્યા બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે ચૂંટણી જીતવા માટે કેટલાક લોકોને ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કમિટીની ઓફિસનું મતલબ કે વોટરગેટ હોટલ કોમ્પ્લેક્સની જાસૂસીનું કામ સોંપ્યું હતું. આ લિડ્ડીનો જ આઇડિયા હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter