વોર્નર બ્રધર્સના વીડિયોમાં ભારતના નક્શા સાથે ચેડાં

Tuesday 15th June 2021 14:50 EDT
 

મુંબઈઃ અમેરિકાની ફિલ્મ પ્રોડક્શન કંપની વોર્નર બ્રધર્સ બાળકોના શિક્ષણ સંબંધિત ફિલ્મો પણ બનાવે છે. આાવા જ એક વીડિયોમાં ભારતના નક્શા સાથે ચેડાં કરાયા છે. આ કંપનીની સત્તાવાર યુ ટ્યુબ ચેનલ પર ભારતના નક્શામાંથી જમ્મુ- કાશ્મીર અને લદાખનો ભાગ જ કાઢી નંખાયો છે.
આ વાતની જાણ એક દેશભક્ત નાગરિકે હિંદુ જનજાગૃતિ સમિતિ (HJS) ને કરી હતી.  HJSએ ટ્વિટના માધ્યમથી વોર્નર બ્રધર્સ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતનો સાચો મક્શો બતાવવાની માગણી કરી હતી.HJSએ આ મામલે તેની સામે સોશિયલ મીડિયા, ઈમેલ અને ટ્વિટર વગેરેના માધ્યમથી કાયદેસર રીતે વિરોધ વ્યક્ત કરવા માટે દેશભક્ત નાગરિકોને અપીલ પણ કરી હતી.  
જોકે, વોર્નર બ્રધર્સે આ માગણીનો હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter