વોશિંગ્ટનમાં ટેક કંપનીના ભારતીય કો-ફાઉન્ડરની હત્યા

Friday 16th February 2024 11:47 EST
 
 

વોશિંગ્ટન: અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યાની ઘટના સામે આવી છે. વોશિંગ્ટનમાં એક રેસ્ટોરાંની બહાર કોઈ વિવાદને લઈ ભારતવંશી 41 વર્ષીય વિવેક તનેજા પર હુમલો કરાયો હતો. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક વિવેક તનેજા ડાયનેમો ટેક્નોલોજીસ નામની ટેક કંપનીના સહ-સ્થાપક અને પ્રમુખ હતા.
તપાસનીશ અધિકારીઓના જણાવ્યા અનુસાર અધિકારીઓને બીજી ફેબ્રુઆરીના રોજ વહેલી પરોઢે બે વાગ્યાની આસપાસ રેસ્ટોરાંની બહાર ફૂટપાથ પરથી વિવેક તનેજા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તનેજા અને એક અજાણી વ્યક્તિ વચ્ચે કોઈ મુદ્દે બબાલ થઈ હતી. નોંધનીય છે કે અમેરિકામાં હવે ભારતીયોની સલામતી જોખમાઈ છે. ભારતીયોને ટાર્ગેટ કરીને હુમલાઓ કરવામાં આવે છે.
ચોથા ભારતવંશીનું મૃત્યુ
પોલીસ હજુ વિવેક પર હુમલો કરનાર આરોપીની શોધખોળ કરી રહી છે. આરોપી સીસીટીવીમાં કેદ થયો છે. ત્યારે પોલીસ તેને પકડવા માટે જનતાની મદદ માંગી છે. પોલીસે આરોપી વિશે માહિતી આપનાર વ્યક્તિને ઈનામની ઓફર કરી છે. યાદ રહે કે આ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓનાં મોતના સમાચાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter