વોશિંગ્ટનમાં ૧૯૪ વર્ષ પુરાણું સફરજનનું સૌથી જૂનું વૃક્ષ જમીનદોસ્ત

Monday 28th September 2020 04:53 EDT
 
 

યુએસના વોશિંગ્ટનમાં આવેલા વેનકુવરમાં આવેલું ૧૯૪ વર્ષ જૂનું એપલ ટ્રી જમીનદોસ્ત થઈ ગયું છે. આ વૃક્ષ પેસિફિકના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં આવેલા સફરજનના વૃક્ષોમાંનું સૌથી જૂનું હોવાનું મનાય છે. બ્રિટનના એક નેવી લેફ્ટનન્ટ તેમની સાથે સફરજનના પાંચ છોડ લઈ યુએસ પહોંચ્યા હતા અને તેમાંનો એક છોડ તો ઈ.સ. ૧૮૨૬માં રોપાયો હતો. આ છોડ તે જ આ વૃક્ષ. આજે દુનિયાભરમાં લોકપ્રિય વોશિંગ્ટન એપલનો નાતો આ વૃક્ષ સાથે હોવાનું જાણકારો માને છે. વોશિંગ્ટનમાં સફરજનના બગીચાની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વૃક્ષ નિહાળવા ખાસ આવતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter