વ્હાઇટ હાઉસ સામે ભારતીય અમેરિકનોનું વિરોધપ્રદર્શન

Wednesday 22nd March 2017 09:11 EDT
 
 

વોશિંગ્ટનઃ હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ ભારતીય અમેરિકનોએ વીસમીએ વ્હાઇટ હાઉસની સામે જાગૃતિ રેલી યોજી હતી. રેલીમાં ભાગ લેનારાઓએ કહ્યું હતું કે, અમેરિકામાં અમારા સમાજના લોકો ઈસ્લામ અને વિદેશીઓના ભયનો શિકાર બની રહ્યા છે. હાલનો રાજકીય માહોલ એવો છે કે હિન્દુઓ સહિત તમામ સમાજના લોકોને નિશાન બનાવાઇ રહ્યા છે. સમાજના સભ્યોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે. રેલીમાં સામેલ વર્જિનિયાની એક કોર્પોરેટ વકીલ વિંધ્યા અડાપાએ જણાવ્યું હતું કે, ઇસ્લામના ભયથી હાલમાં અમેરિકામાં હિન્દુઓને નિશાન બનાવ્યા છે. એ કારણથી અમારા સમાજ ઉપર મોટી અસર પડી છે. વોશિંગ્ટન વિસ્તારમાં હેટ ક્રાઇમ્સ વિરુદ્ધ પ્રદર્શન કરનારા કેટલાય ભારતીય મૂળના અમેરિકનોમાંથી એક અડાપા છે.
અડાપાના એક મિત્ર ભારતીય મૂળના અમેરિકન ડોક્ટર એસ. શેષાદ્રીએ જણાવ્યું હતું કે, કંેસાસમાં હાલમાં જ એક આઇટી વ્યાવસાયિકની ગોળી મારીને હત્યા કરાઇ હતી. તેને ભૂલથી એક આરબ અને એક મુસ્લિમ સમજી લેવાયો હતો. હિન્દુ અમેરિકીઓ સહિત તમામ સમાજના લોકોને અહીં નિશાન બનાવાઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter