વોશિંગ્ટનઃ અમેરિકામાં હજારો લોકોનાં બેન્ક ખાતાંઓને વગર નોટિસે અચાનક બંધ કરી દેવામાં આવ્યાં છે. આ તમામ ખાતાઓમાંથી આર્થિક વ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર બેન્કોએ 2022માં લગભગ 18 લાખ એસએઆર દાખલ કર્યા છે. બે વર્ષમાં તેમાં 50 ટકાનો વધારો થયો છે. આ વર્ષે આ આંકડો 20 લાખની આસપાસ પહોંચવાની આશા છે. જોકે આ નિર્ણયમાં સૂકા સાથે લીલું પણ બળ્યું હોવાનો તાલ સર્જાયો છે. એકાઉન્ટ બંધ કરી દેવાના અણધાર્યા પગલાંથી નાના વેપારીઓથી લઈને સામાન્ય ખાતાધારકો કર્મચારીઓને પગાર નથી ચૂકવી શકતા, સાથે-સાથે મકાનમાલિકને ખાતામાંથી ભાડું પણ ચૂકવી નથી શકતા. તેઓ સતત મૂંઝવણમાં રહે છે કે તેમની કઈ ભૂલ હતી જેના કારણે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે કે બંધ કરવામાં આવ્યાં છે. ઘણા ગ્રાહકોને તેમની બેન્કમાંથી એક ઈ-મેલ મળે છે. જે મુજબ તેમનું ખાતું બંધ કરવામાં આવી રહ્યું છે. તેમના ડેબિટ-ક્રેડિટ કાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે ઈમેલમાં તે સ્પષ્ટ નથી કે શા માટે અને કયાં કારણોસર ખાતું બંધ કરવામાં આવી રહ્યું છે.