શિકાગોઃ ફાયરિંગમાં બાળકી સહિત ૧૩ના મોત, ૫૯ ઘાયલ

Tuesday 07th July 2020 16:53 EDT
 

શિકાગોઃ ચોથી જુલાઈએ શિકાગોમાં એક પરિવાર દ્વારા થતી ઉજવણીમાં ૪ અજાણ્યા માણસોએ આડેધડ ફાયરિંગ કરતાં સાત વર્ષની બાળકી સહિત ૧૩ જણા માર્યા ગયાં છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈન્ગલેવુડમાં મધરાતે ચાર હુમલાખોરો એક કારમાંથી ઉતર્યા અને એક પાર્ટીમાં આડેધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં બે જણા ઘટના સ્થળે જ માર્યા ગયા હતા અને એ પછી ૧૧ ઈજાગ્રસ્તોનાં મોત થયાં હતાં જ્યારે અને ૫૯ જણા આ ઘટનામાં ઘાયલ થયાં છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter